અરે! આ તો વાતાવરણ નું અનેરું સંગીત સંભળાય છે,
સઘળી પરિસ્થિતિઓ થી જ એ સર્જાય છે,
મંદ મંદ હવા તેને પ્રસરાવે છે,
પ્રકૃતિ અને ઘેર ઘેર ની પ્રવૃત્તિ
આ ગીત માં પાત્ર ભજવે છે.
હવે ઘેર ઘેર વાસણો નો ખડબડાટ ખણકે છે
જાણે ઝરણાઓ નો વહેતો ધોધ ઝરકે છે,
અગાસીએ થતા ધપ ધપ
દરિયા કિનારે કરેલા છપ છપ ની યાદ અપાવે છે,
વાહનો ના અવાજ ને પાર્ટીઓ ના ઘોંઘાટ થી મુક્તિ મળી
તેથી કાગડા,ચકલી,બુલબુલ, કાબર ના મધુર કલરવ ગુંજાય છે,
ટ્રેન પ્લેન ના મોટા અવાજો થી થોડા દિવસો ની રાહત મળી
ને ઘેર ઘેર ની સિટી અને windchime નો મીઠો રણકાર સાંભળવા ની તક મળી.
ફિલ્મી ગીતો તો ઘણા સાંભળ્યા
પણ વાતાવરણ ને પરિસ્થિતિ થી રચેલું સંગીત
અતિ મધુરું બન્યું છે. 💕
- ફોરમ શાહ

No comments :
Post a Comment