© Forum Shah and The Poetry Forum

© Forum Shah and The Poetry Forum
Unauthorized use and/or duplication of this material without express and written permission from this site’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to Forum Shah and The Poetry Forum with appropriate and specific direction to the original content.

27 August 2020

आसमान का नज़ारा

 लुभाता है खिड़की से आसमान का नज़ारा

पर वहा बन नहीं सकता किसीका आशियाना।

- फोरम शाह

©Forum Shah








19 August 2020

अगर आप समाज सेवक बनना चाहते हो

"अगर आप समाज सेवक बनना चाहते हो

तो पहले ठाकुर जैसा रौब झाड़ना बंध करो।

अगर आप हर्षोल्लास से स्वार्थरहित काम कर सको

तो ही इस महेफिल में शामिल होने की अर्जी दाखिल करो।" 💁🏻‍♀️

- फोरम शाह



15 August 2020

આમ ગમછો

 પાંચ મહિનાથી સાંભળીયે છીએ

સરકારની એક જ વાત

માસ્ક ન હોય તો વાપરો ગમછો

કેટલી વ્યાજબી લાગી વાત?


કેવો મજાનો સુતરાઉ સુંવાળો 

મજદુરો ને ખંભે ઝૂલતો

વપરાતા વપરાતા એ ઘસાતો

કેટલાંય કામમાં ઉપયોગી આવતો.


કિંમતી કાપડ ને પણ વટલાવી

આઝાદીના દીને નામના મેળવી

આ તો છે આમ જનતાની વાત

જે ઉપયોગી નીવડે તદ્દન ખાસ.

- ફોરમ શાહ




11 August 2020

Spiritual Life

 Topic- Spiritual Life

Topic suggested by Sarala Balachandran Mam.

( She is a revered poetess. )

Spiritual




9 August 2020

7 August 2020

Positivity in quarantine

Positivity in quarantine
Topic- Positivity in quarantine

Suggested by Sucheta Chakraborty




કરીએ વિટંબણાથી ટક્કર

આભ ફાટે, ધરતી ફાટે, ફાટે શિખરે પથ્થર,
આ જીવનમાં આનંદ શોધી, કરીએ વિટંબણાથી ટક્કર.

મુસાફરી કરવા આવ્યા બનીને એક મુસાફર,
ભોગ વિલાસમાં એવા ફસાયા લાગે એક ચક્કર.

જીવન એક વ્હેતું ઝરણું, માણીયે સદુપદેશ ઝરમર,
પળપળને પાવન ગણી, ભજીએ શ્રી નટવર.
-ફોરમ શાહ


6 August 2020

Water and Star

Topic- Water and Star 🌊✨
Suggested by- Epil Ankita ⭐

A Star sung with joy,
"I am a star, I feel pride,
I'm above all, shining bright.
I maintain distance from others like me,
I try to shine brighter than others like me.
Cluster of stars are a treat to common eye
Together we are, 'Superstars', high up in the sky! "

Immediately water uttered,
" Could you reflect a commoner like us?
Could you fulfill commoners' thirst?
It's we who reflect you
Never maintain distance like you,
As one commoner joins the other
We flow together reflecting 'fame-thirsters' like you!"

Stars replied, 
" You remind me of my struggles
I was a commoner facing troubles,
I dreamt to be the one up in the sky
After becoming one, popularity illusion got high,
You have opened my eyes
'Everyone is great', I realize! "

Water remarked cheerfully,
"Now you have become a real Star,
No pride, just uplifting stride!
We will keep reflecting you 
As you become the best
Amongst whom we knew! "
- Forum Shah

Poetry on star and water



4 August 2020

મારા વીરા, મારા વીરા,

મારા વીરા, મારા વીરા, આપણો પર્વ છે આજ
રેશમી શબ્દને ગીતમાં ગૂંથી બાંધુ તને આજ.

તું મારા શ્વાસે શ્વાસે વિંટાયેલો રાજ
આંખો ઠરે નિહાળતા જ્યારે તું હો મારી સાથ.

વ્હાલુડા વીરા રમઝટ દીનોની આવે અત્યંત યાદ
પલપલ સહકાર આપી તે રાખી મારી લાજ.

તારા લલાટે શોભે કંકુ તિલક લાલ
હેતથી બાંધુ કોમળ કાંડે ચાર રેશમી તાર.

સુખડી રૂપી સંદેશો માણજે વીરા તું આ જ
અંતઃકરણના આશિષ રહેશે સદાય તારી સંગાથ.

રૂડા ઓવારણાં લેતા કરું અંતરથી પુકાર
વીરા તને મળતી રહે ખુશીઓની ખુમાર.
- ફોરમ શાહ



2 August 2020

'પવન' અને 'શબ્દ'

'પવન' અને 'શબ્દ' આપણને સ્પર્શી જાય,
ના દેખી શકાય પણ ઘણું સમજી શકાય.

'પવન'ના એક ઝોકા થી દીવો ઓલવાઈ જાય,
'શબ્દ'ના તીર છૂટે તો દીલ દુભાય જાય.

'પવન' આગ પર પ્રસરતા જ્વાળામુખી બની જાય,
'શબ્દ' બોલવામાં ફેરફાર થતા ગેરસમજ ઉભી થાય.

'પવન' બંધ થતાં શ્વાસ રૂંધાય જાય,
'શબ્દ' બંધ થતાં ઉશ્કેરાટ શમી જાય.

'પવન' પ્રમાણમાં માણતા માધુર્યતા રેલાય,
'શબ્દ' હળવાશથી માણતા ધન્યતા અનુભવાય.
- ફોરમ શાહ


સારું થશે

' શું થશે? ' એવી ચિંતા કરી કરી 
જીવન વીતી જશે, 🤦🏻‍♀️
' સારું થશે ' એવી મનોકામના કરી 
જીવન નિખરી જશે. ✨😛
- ફોરમ શાહ