વીસવીસ મા થઈ ગયા ઘણાંય ફેરફાર,
વાદ, વિવાદ, અપવાદ છોડી કર્યા સૌએ એકરાર.
Lockdown ના દિવસોમાં પણ મનાવ્યો ચૈત્ર દીપ તહેવાર,
ફટાકડા ના માત્ર શુકન થયા,
ઘર ઘર માં થયો રણકાર.
વિમાન, હેલિકોપ્ટર ના ઘોંઘાટ બંધ થયા,
ગગન થયું સૂનકાર,
વાહન ના હોર્ન, ધુમાડા ઓછા થયા ,
ધરતી બની ચમકદાર.
માનવ નો ઘવાયો અહંકાર,
પ્રકૃતિ, પક્ષીઓ બન્યા નસીબદાર!
જન સેવા એજ પ્રભુ સેવા સમજી
ફરજ નિભાવે સમજદાર
જન જન ને પોષણ આપવા
રાખે કાળજી કેરો હથિયાર
સંયમ સંકલ્પ સદભાવના ને
કરવી જોઈએ સ્વીકાર
સંસાર માં થી સાર મેળવી ના શક્યા
પામી મનુષ્ય અવતાર.
તમામ પ્રયત્ન કર્યા કરે
રાત દિવસ સરકાર,
કોઈ ને આંચ આવે નહી
એવા તેમના વિચાર,
ઘર માં રહો, સુરક્ષિત રહો
કહ્યા કરે જન ને વારંવાર
બે હાથ જોડી વિનવે ઘણું
આપીએ તેમને સહકાર.
- ફોરમ શાહ
વાદ, વિવાદ, અપવાદ છોડી કર્યા સૌએ એકરાર.
Lockdown ના દિવસોમાં પણ મનાવ્યો ચૈત્ર દીપ તહેવાર,
ફટાકડા ના માત્ર શુકન થયા,
ઘર ઘર માં થયો રણકાર.
વિમાન, હેલિકોપ્ટર ના ઘોંઘાટ બંધ થયા,
ગગન થયું સૂનકાર,
વાહન ના હોર્ન, ધુમાડા ઓછા થયા ,
ધરતી બની ચમકદાર.
માનવ નો ઘવાયો અહંકાર,
પ્રકૃતિ, પક્ષીઓ બન્યા નસીબદાર!
જન સેવા એજ પ્રભુ સેવા સમજી
ફરજ નિભાવે સમજદાર
જન જન ને પોષણ આપવા
રાખે કાળજી કેરો હથિયાર
સંયમ સંકલ્પ સદભાવના ને
કરવી જોઈએ સ્વીકાર
સંસાર માં થી સાર મેળવી ના શક્યા
પામી મનુષ્ય અવતાર.
તમામ પ્રયત્ન કર્યા કરે
રાત દિવસ સરકાર,
કોઈ ને આંચ આવે નહી
એવા તેમના વિચાર,
ઘર માં રહો, સુરક્ષિત રહો
કહ્યા કરે જન ને વારંવાર
બે હાથ જોડી વિનવે ઘણું
આપીએ તેમને સહકાર.
- ફોરમ શાહ
No comments :
Post a Comment