© Forum Shah and The Poetry Forum

© Forum Shah and The Poetry Forum
Unauthorized use and/or duplication of this material without express and written permission from this site’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to Forum Shah and The Poetry Forum with appropriate and specific direction to the original content.

29 November 2019

જીવ મેળા ની ગાડી | Gujarati Song



Here's the lyrics-

રવિ થી રજની તક એ દમડી થી રમાડતી,
ચડતી પડતી....પડતી ચડતી....
ની આ ટૂંકી કહાણી...

 હૈયું ઉછાળતી વિસ્મિત કરાવતી
 છાંટી સુનેરી ભૂરકી
હલક ડોલક ચાલતી આ
જીવ મેળા ની ગાડી...

ચડતી પડતી મસ્તી કરાવતી
મન ને ચકડોળે ચડાવતી
અટકતી ને રિસાડતી એ
ધીમી ગતિએ શિખરે લઈ જતી,
જીવ મેળા ની ગાડી...

ચડતી પડતી રુમઝુમ ગાડી
 ફટકારથી થી ઝડપ ઉતારતી
પડતી સમયે ના રુક્તી એ,
ચડતી પડતી ભય અપાવતી... જીવ મેળા ની ગાડી

ફર ફર ફેરવી
ચક્કર ફેરવતી
શૂન્ય નો એ ભાસ કરાવતી
ચડતી પડતી.. પડતી ચડતી ..
જીવ મેળા ની ગાડી
-ફોરમ શાહ



14 November 2019

માં

બુલબુલ, ફેની કે ઇરમાં,
જીવન ના બધા સાઇકલોન દૂર કરે માં...
વિટંબણાઓ ઘણી, ઉકેલ ના કોઇ,
માં, તારા જ્ઞાન ના ભંડાર થકી
અમારું સિંચન થયા કરે હોજી...

અમારા કષ્ટો વેઠનાર, સદા પ્રફુલ્લિત રાખનાર,
તારા વ્હાલ ના પ્રવાહ થી
અમારી રાહ મહા રહે હોજી...

તારાજ પ્રભાવ થી
અમે મેળવવિયે સિદ્ધિ પ્રસિદ્ધિ ...
તારી અમૂલ્ય સેવાઓ નું વળતર થઈ ના શકે, પ્રેમાળ જનની...
~ફોરમ શાહ