© Forum Shah and The Poetry Forum

© Forum Shah and The Poetry Forum
Unauthorized use and/or duplication of this material without express and written permission from this site’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to Forum Shah and The Poetry Forum with appropriate and specific direction to the original content.

30 May 2020

Dog

In times of Corona, dog thinks-
"Beware of human beings"


Realization

Meaningful Mandal Art



20 May 2020

Cyclone 'અમ્ફાન'

Hitting window, 'zzzz zuzu' wind
Will it displace the virus pinned?

How firmly birds hold themselves on branches
But, wind has the power to uproot trees!

Can anyone obstruct the nature's will?
Strong Wind is moving in freewill.

Some are enjoying, some are suffering
The gusty wind is disastrously blowing!
- Forum Shah

તાળાબંધી-૪ માં વીજળી બંધ,
વાવાઝોડું ને વરસાદ, બંગાળમાં કેવા હાલ!
'અમ્ફાન' ની ફેણ પ્રસરી, કરી દીધી ધમાલ,
વાતાવરણ બન્યું ઝાકમજોળ, પંખીઓ થયા બેહાલ
કુદરત પણ કરી રહી છે કમાલ!
એને કોણ રોકી શકે, તે એક સવાલ?
- ફોરમ શાહ



Wisdom Fondness

Wisdom love



10 May 2020

મારી વ્હાલસોયી જનની

કાળજા કેરા કટકાની રાખે પૂરી કાળજી
શીરે સુંવાળો હાથ ફેરવતા હૈયું કરે આજીજી.
"બેટા" કહી માઁ બોલાવે, સુણી થાક ઉતરે તનથી,
અશક્યને શક્ય કરી શકાય તેવી શીખ આપે ખંતથી.
સમગ્ર સુવિચાર સંગાથે રાખી સમય સંજોગ સાચવતી,
સંઘર્ષોના સામના કરી સ્વપ્ન સાકાર કરવા સરવરતી.
નિરંતર ક્ષણનું નિરીક્ષણ કરી કેટલાંય કામ કરી ઝગમગતી,
સિદ્ધિ પ્રસિદ્ધિ મેળવવા ખાતર સદાય સાથ આપતી.
નિત્ય નિયમ, સેવા સ્મરણ, ગ્રંથ વાંચન કરવા સૂચવતી,
પુષ્ટ રાખવા પૌષ્ટિક ખોરાક પોતે બનાવી પીરસતી.
પુરવાર થાય શોભામાં તેની સદૈવ પહેરતી સાડી
કંકુકેરો ચાંદલો, લાંબો ચોટલો, લાગે સૌથી ન્યારી,
મારી વ્હાલસોયી જનની ❤️
- ફોરમ શાહ


8 May 2020

पहेचान

हरी भरी भीड़ में
पहेचान बनाना आसान नहीं,
कड़ी धूप में तपना होगा
अनुभवों से सीखना होगा,
जैसे जैसे पहेचान बनती जाए
खुद को भीड़ में संभालना होगा,
उम्र भले ही बढ़ती जाए
मिलजुलकर ही रहना होगा। ✨
- फोरम शाह
Google image




માણો ' ળ ' ને ' ણ ' થી શરૂ થતી કવિતા 💕


' ળ '/' ણ ', બેઉ છે ખાસ ભાઈબંધ શરૂ કરી છે તેના થી કવિતા 💕



Darkest Tunnel

Darkest Tunnel



6 May 2020

પાંજરું

પાંજરું રૂડું લાગ્યું સોહામણું
પ્રેમ થી પંખીડા તેમાં વસ્યા,
આકરા તડકા ના તાપ ન વેઠ્યા
માણી મીઠી મધુરી છાયા.

નાના સળિયે શાંતિ થી બેસી
જીણાં જીણાં દાણા ચરિયા,
માવજત થયા કરે પંખીડા ની પૂરી
કેવું તે સુખ પાંજરા માં માણી રહ્યા!

ઉડતા પંખીડા આવી કાન ભંભેરે -
"શા માટે તમો પાંજરે ફસાયા?
માણી અમે પવન ની સ્મિત લહેરો
ડાળીએ ડાળીએ બેસી હીંચકા ઝૂલ્યા. "

સાંભળી, પાંજરવાસી રોષે ભરાયાં
મૂઠભર ભીડ માં પડવા ભીંસાયા,
ચાંચ મારી મારી તોડ્યું પાંજરું
નીલગગન માં ઉડવા ઉમટ્યા.

ફરરર ફરરર ઉડી મોજ માણી
અતિ આનંદ ની શોધ માં ગબડાયા,
વાવાઝોડું આવતા તેઓ ફેંકાયા
ચિંતાતુર બની ઠેર ઠેર ગોઠવાયા.

કોઈક શિકારી ના ભોગ બન્યા
તો કોઈક પતંગ ની દોર માં લપટાયા,
ઉડી ઉડી ઉડી ઘણું પસ્તાયા
થયું "હવે અમે ક્યાં અટવાયા?"

પાંજરા માં જ મળે પૂરતી સુરક્ષા
સોહામણા લાગ્યા વળી એ જ પાંજરિયા.
- ફોરમ શાહ