સ્ટાફ ને ના છોડશો, એમને આપજો પૂરો પગાર
ઉમદા વિચાર કરી કહે આપણી સરકાર.
રાત દિવસ મુંજવણમાં પડ્યા, નાના મોટા વેપાર કરનાર
માંડ માંડ દિવસો વીત્યા મહિનો થયો પસાર.
કેમ કરી સ્ટાફ ને આપશે પગાર, ગંભીર શેઠ બન્યા અતિ લાચાર.
સ્ટાફે કરી ઓનલાઈન સભા તૈયાર
શેઠ ને જણાવવા પોતાના સંસ્કાર-
" તમારા થકી અમારો પરિવાર,
નહી લઈએ આ દિવસો નો પગાર
વર્ષો થી આપી બોનસ કેટલાંય હજાર
સમય સંજોગ માં આપ્યો પૂર્ણ સહકાર,
મહેનત કરશું, વધશે વળતર,
નિશ્ચિંત બની જાળવજો વેપાર!"
તે જાણતા શેઠ ને મળી 'હળવી હુંફ' અપાર.
શેઠે કહ્યું, " ભાઈઓ, તમે છો મારા સાથીદાર
કટોકટી ના સમયે તમે કર્યા સુવિચાર
તે બદલ હું માનું તમારો આભાર."
- ફોરમ શાહ
No comments :
Post a Comment