મારા વીરા, મારા વીરા, આપણો પર્વ છે આજ
રેશમી શબ્દને ગીતમાં ગૂંથી બાંધુ તને આજ.
તું મારા શ્વાસે શ્વાસે વિંટાયેલો રાજ
આંખો ઠરે નિહાળતા જ્યારે તું હો મારી સાથ.
વ્હાલુડા વીરા રમઝટ દીનોની આવે અત્યંત યાદ
પલપલ સહકાર આપી તે રાખી મારી લાજ.
તારા લલાટે શોભે કંકુ તિલક લાલ
હેતથી બાંધુ કોમળ કાંડે ચાર રેશમી તાર.
સુખડી રૂપી સંદેશો માણજે વીરા તું આ જ
અંતઃકરણના આશિષ રહેશે સદાય તારી સંગાથ.
રૂડા ઓવારણાં લેતા કરું અંતરથી પુકાર
વીરા તને મળતી રહે ખુશીઓની ખુમાર.
- ફોરમ શાહ
No comments :
Post a Comment