પાંચ મહિનાથી સાંભળીયે છીએ
સરકારની એક જ વાત
માસ્ક ન હોય તો વાપરો ગમછો
કેટલી વ્યાજબી લાગી વાત?
કેવો મજાનો સુતરાઉ સુંવાળો
મજદુરો ને ખંભે ઝૂલતો
વપરાતા વપરાતા એ ઘસાતો
કેટલાંય કામમાં ઉપયોગી આવતો.
કિંમતી કાપડ ને પણ વટલાવી
આઝાદીના દીને નામના મેળવી
આ તો છે આમ જનતાની વાત
જે ઉપયોગી નીવડે તદ્દન ખાસ.
- ફોરમ શાહ
No comments :
Post a Comment