'પવન' અને 'શબ્દ' આપણને સ્પર્શી જાય,
ના દેખી શકાય પણ ઘણું સમજી શકાય.
'પવન'ના એક ઝોકા થી દીવો ઓલવાઈ જાય,
'શબ્દ'ના તીર છૂટે તો દીલ દુભાય જાય.
'પવન' આગ પર પ્રસરતા જ્વાળામુખી બની જાય,
'શબ્દ' બોલવામાં ફેરફાર થતા ગેરસમજ ઉભી થાય.
'પવન' બંધ થતાં શ્વાસ રૂંધાય જાય,
'શબ્દ' બંધ થતાં ઉશ્કેરાટ શમી જાય.
'પવન' પ્રમાણમાં માણતા માધુર્યતા રેલાય,
'શબ્દ' હળવાશથી માણતા ધન્યતા અનુભવાય.
- ફોરમ શાહ
No comments :
Post a Comment