સ્વચ્છતા અને પવિત્રતા
શરૂ થયું અભિયાન
સ્વચ્છતા નુ,
જરૂરી હતુ એક વિકલ્પ
પવિત્રતા નુ ।
પવિત્રતા હશે તો સ્વચ્છતા રહેશેજ
પણ જ્યાં બધું સ્વચ્છ દેખાતુ હોય
શું ત્યાં પવિત્રતા અનુભવાય છે?
આજુ બાજુ છે બધું રળિયામણું
પણ મન નથી સોહામણું ,
શરૂ થયું છે અભિયાન
પણ માનવ કરે છે દેહાભિમાન ।
વિચાર મા આવશે પ્રમાણિકતા
ને જ્યોત પ્રગટશે ભીતર મા ,
તોજ ઉજાસ પ્રસરશે જીવન મા ।
~ ફોરમ શાહ
No comments :
Post a Comment