આ યાત્રામા અમે આમજ રહેવાના
ગામે પહોંચતા, "ગામ આવ્યું", એમજ અમે કહેવાના.
અમે ઠાઠથી, ગુમાનમાં, આમજ ફરવાના
આ સૃષ્ટિ અમ થી ચાલતી, એમજ અમે કહેવાના.
આતુરતાથી તમે, અમને જ્ઞાન વહેંચવાના?
અમારો કક્કો હમેશ સાચો, એમજ અમે કહેવાના.
ગાફલ થયાતા અમે, ન સમજ્યાં શાણમાં
અંતે કશુંજ ન રહ્યું, શું હવે અમે કહેવાના!
- ફોરમ શાહ
No comments :
Post a Comment