Here's the lyrics-
રવિ થી રજની તક એ દમડી થી રમાડતી,
ચડતી પડતી....પડતી ચડતી....
ની આ ટૂંકી કહાણી...
હૈયું ઉછાળતી વિસ્મિત કરાવતી
છાંટી સુનેરી ભૂરકી
હલક ડોલક ચાલતી આ
જીવ મેળા ની ગાડી...
ચડતી પડતી મસ્તી કરાવતી
મન ને ચકડોળે ચડાવતી
અટકતી ને રિસાડતી એ
ધીમી ગતિએ શિખરે લઈ જતી,
જીવ મેળા ની ગાડી...
ચડતી પડતી રુમઝુમ ગાડી
ફટકારથી થી ઝડપ ઉતારતી
પડતી સમયે ના રુક્તી એ,
ચડતી પડતી ભય અપાવતી... જીવ મેળા ની ગાડી
ફર ફર ફેરવી
ચક્કર ફેરવતી
શૂન્ય નો એ ભાસ કરાવતી
ચડતી પડતી.. પડતી ચડતી ..
જીવ મેળા ની ગાડી
-ફોરમ શાહ
No comments :
Post a Comment