પંખીડા હો પંખીડા, કાગડા હો કાગડા
કાગડા તું ઉડી આવજે મારી બારીએ રે,
વાટ જોઉં તારી તને ગાંઠીયા આપવાને,
...કાગડા હો કાગડા
સંગે મૈના લાવજે, કોયલ લાવજે, ભઈબંધ
લાવજે રે,
વાટ જોઉં તારી સૌ સંગે આવજે રે,
શ્રાદ્ધ બેસે, સૌ બોલાવે, સંતાતો નહીં,
કાઁ કાઁ કરતા ઉડતો આવજે, સંદેશો આપજે
રે...કાગડા હો કાગડા
મીઠી ખીર લેજે, પુરી લેજે, ભજીયા લેજે રે
બુંદી લેજે, જલેબી લેજે, ખાખરા લેજે રે,
વ્હાલા તને ભાવતું આપું પ્રેમ થી જમજે રે
મારી બારીએ પરોઢિયે બેસી ગુંજન કરજે
રે,...કાગડા હો કાગડા...
~ ફોરમ શાહ
No comments :
Post a Comment