© Forum Shah and The Poetry Forum

© Forum Shah and The Poetry Forum
Unauthorized use and/or duplication of this material without express and written permission from this site’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to Forum Shah and The Poetry Forum with appropriate and specific direction to the original content.

31 December 2024

You are valued

So what if you cannot provide the desired shade, 

We value you highly for your existence made.

-Forum Shah

[Picture credits- From a Professor's profile, uploaded on 31st December 2024]

 




28 May 2022

મીઠા મધુરા ટહુકા કરી બાળથી ગમ્મત કરે માં

 મીઠા મધુરા ટહુકા કરી બાળથી ગમ્મત કરે માં,

હસતાં રમતાં કોળિયો આપી કેટલુંય શીખડાવે માં,

શિક્ષા, દીક્ષા, સંસ્કારથી સજ્જ કરવા લક્ષ્ય રાખે માં,

બીજા કોઈની તોલે ના આવે એવી અણમોલ માં,

તીક્ષ્ણ વેદના વેઠી મુખપર સ્મિત લહેરાવે માં,

વ્હાલનું ઝરણું સતત વહેતું રાખે તેવી વ્હાલી માં,

મોંઘવારી કેરા તાપને મહેનતથી ઝીલી સૌને છાંયડો આપે માં, 

આત્મવિશ્વાસ, આશ્વાસન આપી બાળનું મન પ્રબળ કરે માં, 

બાળ જ્યારે પુખ્ત વયનું થાય મૌન ધારણ કરે માં, 

જગની માહિતી બાળ પાસે જાણવા ઉત્સુક બને માં, 

પ્રકાશની પુંજ રેલમછેલ થાય જો ઘરમાં હોય માં, 

કૃપાનિધાન કૃપા વરસાવે બાળ પર જ્યારે અંતરથી ઠરે માં,

માં તે માં,  વાત્સલ્ય મૂર્તિ માં...❤

- ફોરમ શાહ 



26 December 2021

ત્યારે જીવાય છે

 મને લાગે છે ખરેખર Santa Clausએ, મને વધુ માર્ગદર્શન પ્રાપ્ત થાય તે માટે, '...ત્યારે જીવાય છે' નામની ગઝલસંગ્રહ by airથી આપી. ગઝલકાર શ્રી હિમલભાઈ પંડયાની રચનાઓ વાંચી જણાય છે કે તે આપણા જીવનની મુંજવણો સમજે છે અને તેમાંથી પર થઈ, આનંદમાં અંજાઈ જવા, rhymes થકી ઉકેલ તરફ ધ્યાન દોરે છે. કવિ જેમ 'ના લખે ને તો જ થાકે છે' તેમ વાંચકો તેમની રચનાઓ ના વાંચે ને તો જ થાકે છે. '(1) અટકશે ક્યાં જઈને આ જમાનો? કોક તો બોલો...' ને પાછું '(82) વિચારીને કોણ ફાવ્યું છે...', વાહ! બે જુદી ગઝલ, પણ જુગલબંધી સરસ છે.  કવિ professor છે ને ગઝલ થકી અમ શિષ્યોને 'જિંદગીનો સાવ સીધો એક રૂલ ' પણ સમજાવે છે. કવિ' કહે '(18) ઊલમાંથી નીકળ્યા તો ચૂલમાં', રચનાઓ માણતા મન કહે, 'ગઝલસંગ્રહમાંથી નીકળ્યા તો મોજની ઝૂલમાં.'

-ફોરમ શાહ (કોલકાતા)





3 October 2021

સત્ય મેવ જયતે

 હિન્દ તણા લાડીલા વીરે

પરમ વિજય મેળવ્યો,

વિશાલ જગના પ્રાગણમાં

અખંડ દીપક પ્રગટાયો.

વીરોએ કુરબાની આપી

જીવડાં સૌ સન-સની ઉઠ્યા,

મહેંકી ગઈ એમની કામના

અમર થઈ ગઈ જીવનગાથા.

"સત્યમ શિવમ સુંદરમ્

સત્ય મેવ જયતે"

મધુર સાદ ગૂંજાયો,

જય જયતી જયેશ

બ્રહ્મા વિષ્ણુ મહેશ

આનંદનો લ્હેર છવાયો.

હિન્દ માટે સમર્પિત થઈ

જીવ જીવના આશિષ મેળવ્યા,

સત્યના એજ પ્રબળ બળથી

બાપુ 'રાષ્ટ્રપિતા' થયા

જગમાં જંગ જીતી ગયા.

-ફોરમ શાહ



Universalism

And the water that falls from above 

Remains the same as that of atmosphere, 

The soil that provides firm base

Remains that of our universal motherland 'Earth',

No matter where we note our birth

In this hemisphere or that,

Verse of Universe reiterates-

"We all are one, 

Together we produce melody

No matter from which state!"

-Forum Shah