મને લાગે છે ખરેખર Santa Clausએ, મને વધુ માર્ગદર્શન પ્રાપ્ત થાય તે માટે, '...ત્યારે જીવાય છે' નામની ગઝલસંગ્રહ by airથી આપી. ગઝલકાર શ્રી હિમલભાઈ પંડયાની રચનાઓ વાંચી જણાય છે કે તે આપણા જીવનની મુંજવણો સમજે છે અને તેમાંથી પર થઈ, આનંદમાં અંજાઈ જવા, rhymes થકી ઉકેલ તરફ ધ્યાન દોરે છે. કવિ જેમ 'ના લખે ને તો જ થાકે છે' તેમ વાંચકો તેમની રચનાઓ ના વાંચે ને તો જ થાકે છે. '(1) અટકશે ક્યાં જઈને આ જમાનો? કોક તો બોલો...' ને પાછું '(82) વિચારીને કોણ ફાવ્યું છે...', વાહ! બે જુદી ગઝલ, પણ જુગલબંધી સરસ છે. કવિ professor છે ને ગઝલ થકી અમ શિષ્યોને 'જિંદગીનો સાવ સીધો એક રૂલ ' પણ સમજાવે છે. કવિ' કહે '(18) ઊલમાંથી નીકળ્યા તો ચૂલમાં', રચનાઓ માણતા મન કહે, 'ગઝલસંગ્રહમાંથી નીકળ્યા તો મોજની ઝૂલમાં.'
-ફોરમ શાહ (કોલકાતા)