હિન્દ તણા લાડીલા વીરે
પરમ વિજય મેળવ્યો,
વિશાલ જગના પ્રાગણમાં
અખંડ દીપક પ્રગટાયો.
વીરોએ કુરબાની આપી
જીવડાં સૌ સન-સની ઉઠ્યા,
મહેંકી ગઈ એમની કામના
અમર થઈ ગઈ જીવનગાથા.
"સત્યમ શિવમ સુંદરમ્
સત્ય મેવ જયતે"
મધુર સાદ ગૂંજાયો,
જય જયતી જયેશ
બ્રહ્મા વિષ્ણુ મહેશ
આનંદનો લ્હેર છવાયો.
હિન્દ માટે સમર્પિત થઈ
જીવ જીવના આશિષ મેળવ્યા,
સત્યના એજ પ્રબળ બળથી
બાપુ 'રાષ્ટ્રપિતા' થયા
જગમાં જંગ જીતી ગયા.
-ફોરમ શાહ