© Forum Shah and The Poetry Forum
19 May 2021
17 May 2021
16 May 2021
15 May 2021
14 May 2021
9 May 2021
હૈયેથી હિલોળે હિંચકે, બાળનો ઉછેર કરે માં
હૈયેથી હિલોળે હિંચકે, બાળનો ઉછેર કરે માં
ચાંદલિયા ચકોરને ચુંબન કરી ચિત્ત ચપટીમાં રાખે માં
જગની જંગમાં જીતેન્દ્રિય થવા, જાગૃતતા રાખવા કહે માં
તારલિયા સમ ઝગમગી ઉઠે તેવું મનન કરે માં
આદ્યશક્તિ પાસે અઢળક શક્તિની આરાધના કરે માં
પ્રવૃત્તિ કરી, પરોપકાર કરવા, પ્રબળ પ્રેરણા કરે માં
ઉમંગ વેળાએ આનંદવિભોર બની ઓવારણાં લેતી રહે માં
બાળ પાસે હેતની હૂંફ માણી, જીવનને ધન્ય માને માં
છોરું કછોરું ભલે જ થાય તો પણ 'મારો ઊંડો શ્વાસ છે' કહે માં
શ્વાસની સુમધુર ફોરમતા પ્રસરે ત્યારે અતિ પ્રસન્ન થાય માં
મારી વ્હાલસોયી માં ❤️
- ફોરમ શાહ (૨૦૨૧)
કાળજા કેરા કટકાની રાખે પૂરી કાળજી
શીરે સુંવાળો હાથ ફેરવતા હૈયું કરે આજીજી.
"બેટા" કહી માઁ બોલાવે, સુણી થાક ઉતરે તનથી,
અશક્યને શક્ય કરી શકાય તેવી શીખ આપે ખંતથી.
સમગ્ર સુવિચાર સંગાથે રાખી સમય સંજોગ સાચવતી,
સંઘર્ષોના સામના કરી સ્વપ્ન સાકાર કરવા સરવરતી.
નિરંતર ક્ષણનું નિરીક્ષણ કરી કેટલાંય કામ કરી ઝગમગતી,
સિદ્ધિ પ્રસિદ્ધિ મેળવવા ખાતર સદાય સાથ આપતી.
નિત્ય નિયમ, સેવા સ્મરણ, ગ્રંથ વાંચન કરવા સૂચવતી,
પુષ્ટ રાખવા પૌષ્ટિક ખોરાક પોતે બનાવી પીરસતી.
પુરવાર થાય શોભામાં તેની સદૈવ પહેરતી સાડી
કંકુકેરો ચાંદલો, લાંબો ચોટલો, લાગે સૌથી ન્યારી,
મારી વ્હાલસોયી જનની ❤️
- ફોરમ શાહ (૨૦૨૦)