મનમાં હતા અરમાનો સાગર તરી જવાના
સ્વપ્નમાંએ નહોતા ખયાલો, તોફાનો મળી જવાના.
હૈયાની વાત સાંભળી, મારી અમે ડૂબકી
ભરતીમાં ભરતી થઈ, ક્યાં અમે જવાના?
તોફાનો ઘેરાણા ચોતરફ, સમી તરંગોની મજા
ચડતી પડતી રોજગારીમાં ક્યાંક અટવાઈ જવાના!
કસોટીના પ્રબળ અનુભવથી માણીયે સુખ સમૃદ્ધિ
કેટલુંય મેળવીએ છતાં સઘળું મૂકી જવાના.
અરમાનોની વિશાળ સીમા બદલાતી જોઈ સ્વપ્નમાં
કંઇક સદકાર્ય કરી ચૂકીયે તો નામના મૂકી જવાના.
- ફોરમ શાહ
(Inspired from this line "દિલમાં હતા ઉમંગો સાગર તરી જવાના" by કિસ્મત કુરેશી)